એસિડ વર્ષા ભારતમાં રહેલ મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
તાજમહેલની આજુબાજુ વધુ સંખ્યામાં ઉદ્યોગો અને વિદ્યુત મથકો આવેલા છે. જે નીચી ગુણવત્તાવાળ કોલસા, કેરોસીન અને લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે હવામાં સલ્ફર અને નાઈટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણા વધે છે. જેના પરિણામે ઍસિડ વર્ષા થાય છે. જે તાજમહેલના આરસપહાણ સાથે પ્રક્રિયા કરે છે.
$\mathrm{CaCO}_{3}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow \mathrm{CaSO}_{4}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{CO}_{2}$
આમ, આખા વિશ્વને આકર્ષિત કરનાર આ અદ્ભુત સ્મારકને નુક્સાન પહોંચે છે. એસિડ વર્ષાને કારણો આ સ્મારક ધીરે ધીરે વિરુદ્ધ બને છે.
જીવરહિત રજકણોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે ? તેના પ્રકારો જણાવો.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓને લખો.
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
જૈવ-રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત એટલે શું ?
વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલી તેની અસરો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ | $(1)$ ગ્લોબલ વૉર્મિંગ |
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ | $(2)$ કિડનીને નુકસાન |
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ | $(3)$ બ્લ્યુબેબીનાં લક્ષણો |
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ | $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો |
$(E)$ લેડ (સીસું) | $(5)$ ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ દેખાવી |